Wakaner:વાંકાનેરમાં થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી જામીન મુક્ત

Wakaner:વાંકાનેરમાં થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી જામીન મુક્ત
વાંકાનેરમાં વર્ષ ૨૦૨૩માં શ્રમિક યુવકને ચોર સમજી બેફામ માર મારવાના કારણે શ્રમિકનું મોત નિપજાવવાના કેશના આરોપી મોસીનભાઈ કાસમભાઈ અજમેરીએ પોતાના વકીલ દ્વારા વચગાળાના જામીન માટે મોરબી સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયાની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કેસની વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગત તા.૧૨ મે ૨૦૨૩ના રોજ મજુરને ચોર સમજી વાકાનેરની ભાટીયા સોસાયટીમાં દશામાંના મંદિરે તેમજ ઈકો ગાડીમાં બેસાડી અલગ–અલગ જગ્યાએ તેમજ મચ્છુ નદીના પટમાં તેમજ વીસી૫રાથી લુણસરીયા તરફ જતાં રોડ ઉપર ઢીકા–પાટુનો માર મારી અને સુતરના દોરાથી તેમજ પ્લાસ્ટિકના પાઈપથી શરીર ઉપર આડેધડ માર મારી મોત નીપજાવેલ જે મુજબની ફરીયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ સહિતની અલગ અલગ કલમ હેઠળ મોસીનભાઈ કાસમભાઈ અજમેરી તથા અન્ય ૬ આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.ઉપરોક્ત હત્યા કેસના આરોપીઓ પૈકી મોસીનભાઈ કાસમભાઈ અજમેરીએ મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. આરોપી તરફે જીતેનભાઈ દ્વારા ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી. ત્યારે બંને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, ૨વી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.