GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ગીર સોમનાથ માંથી ઝડપાયો

Halvad:હળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ગીર સોમનાથ માંથી ઝડપાયો
હળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવતા આરોપીને ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ખાતે હળમતીયા ગામની સીમમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ગત તા. ૦૫-૦૨-૨૦૨૪ ના રોજ આરોપી જીતું ઉર્ફે જીતેશભાઈ વરસીંગભાઈ કેરવાડિયા (ઉ.વ.૨૩) રહે રાતાભેર તા. હળવદ વાળો ઇસમ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોય જે બનાવ મામલે હળવદ પોલીસે સગીરા અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં આરોપી ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ખાતે હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને તાલાલા ખાતે હળમતીયા ગામની સીમમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]