જિલ્લામાં પોસ્ટલ બેલેટના ફેસિલિટેશન સેન્ટર ખાતે પોલીસ સ્ટાફનું કુલ ૪૩૫ તથા ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીંગ સ્ટાફના ૮૧૭ નું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવામાં આવ્યું

જિલ્લામાં પોસ્ટલ બેલેટના ફેસિલિટેશન સેન્ટર ખાતે પોલીસ સ્ટાફનું કુલ ૪૩૫ તથા ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીંગ સ્ટાફના ૮૧૭ નું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવામાં આવ્યું
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૦/૦૪/૨૦૨૪
ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-૧૨ તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા. જેને અનુસંધાને ગઈકાલે તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૪ના દીને ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલિસ અધિકારીઓ / કર્મચારીઓ અને ફિમેલ પોલીંગ સ્ટાફે ભરૂચ વિધાનસભા મતવિસ્તાર- કલેક્ટર કચેરી ખાતે ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર પર પોસ્ટલ બેલેટથી વોટીંગ પ્રક્રિયામાં સહભાગી થયા હતા.
ગઈકાલ તા. ૨૯ એપ્રિલના રોજ ભરૂચ જિલ્લામાં પોસ્ટલ બેલેટના ફેસિલિટેશન સેન્ટર ખાતે પોલીસ સ્ટાફના કુલ ૪૩૫ તથા ટ્રેનિંગ સેન્ટર ખાતે polling સ્ટાફના ૮૧૭નું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવામાં આવ્યું હતુ. વિધાનસભા મતવિસ્તા પ્રમાણે મતદાન પ્રકિયા આગામી ૦૨ મે ૨૦૨૪ સુધી ચાલશે. ક્રમશ: પોલીંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા absentee voter અને આવશ્યક મતદાતાઓનું એઆરઓ કક્ષાના ફેસીલીટી સેન્ટર પરથી પોસ્ટલ બેલેટથી મતદાન થશે.
અત્રે ઉલ્લેખનિય છેકે, ભરૂચ વિધાનસભા મતવિસ્તાર ખાતે તા.૨૯/૦૪/૨૦૨૪ થી ૦૧/૦૫/૨૦૨૪ સુધી, ૧૫૦-જંબુસર વિધાનસભા મતવિસ્તારમાં પ્રાંત કચેરી જંબુસર તા.૦૨/૫/૨૦૨૪ના રોજ, ૧૫૧- વાગરા વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી ભરૂચ તા. ૩૦/૦૪/૨૦૨૪ના ,૧૫૨-ઝઘડીયા તાલુકા સેવા સદન ઝઘડીયા તા. તા.૦૨/૫/૨૦૨૪ અને ૦૩/૦૫/૨૦૨૪ અને ૧૫૪- અંકલેશ્વર ખાતે મામલતદાર કચેરી અંકલેશ્વરમાં આગામી દીવસોમાં પોસ્ટલ બેલેટથી પોસ્ટલ બેલેટથી મતદાન થશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.