
જેમનો ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન ગયેલ તે સંસદસભ્ય પ્રજ્વલ રેવન્ના (33) જર્મની ભાગી ગયેલ છે. તેમની સામે તેમના ઘેર કામ કરતી મહિલાએ IPC કલમ-354A, 354D, 506, 509 હેઠળ FIR લખાવી છે. 2019 થી 2022 સુધી પ્રજ્વલ રેવન્નાએ તેનું યૌન શોષણ કર્યું હતું ! 28 એપ્રલ 2024ના રોજ આખું પ્રકરણ બહાર આવ્યું છે. પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાના પૌત્ર છે. હાલ તેઓ JDS ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. પ્રજ્વલ રેવન્નાના પિતા એચ. ડી. રેવન્ના (67) ધારાસભ્ય છે. કુટુંબલક્ષી પાર્ટી ‘મોદી પરિવાર’નો ભાગ છે ! JDS, NDA સાથે છે.
પ્રજ્વલ રેવન્નાના 200થી વધુ આપત્તિજનક વીડિયો વાયરલ થયા છે. 2,976 જેટલાં અશ્લીલ વીડિયો છે ! આવું તો ઈદી અમીને પણ કર્યું નહોતું ! જ્યાં આવા લોક પ્રતિનિધિઓ હોય ત્યાં બેટી કઈ રીતે બચાવવી? પરશોત્તમ રુપાલા જેવા ગોડસેવાદીઓ ચૂપ કેમ રહેતા હશે? આ વીડિયોમાં મહિલાઓ પોતાને છોડી દેવા કરગરી રહી છે અને પ્રજ્વલ રેવન્ના તેનો વીડિયો શૂટ કરી રહેલ છે ! કર્ણાટક મહિલા આયોગના ચેરપર્સન નાગલક્ષ્મી ચૌધરીએ કહ્યું છે કે આ તો રાજ્યનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ છે ! પ્રજ્વલ રેવન્નાના પિતાએ કહ્યું છે કે આ વીડિયો 4-5 વરસ જૂના છે, ચૂંટણી ટાણે જ તેને વાયરલ કેમ કરેલ છે? JDSના ધારાસભ્ય શારંગૌડા કંડકુરે પાર્ટીના વડા એચ. ડી. દેવગૌડાને પત્ર લખીને પ્રજ્વલ રેવન્નાને પક્ષમાંથી બરતરફ કરવા માંગણી કરી છે !
પ્રિયંકા ગાંધીએ ‘X’ પર લખ્યું છે : “જે નેતાના ખભા પર હાથ મૂકીને વડાપ્રધાન ફોટો ખેંચાવતા હતા. જે નેતાના પ્રચાર કરવા 10 દિવસ પહેલા ખુદ ગયા હતા, મંચ પરથી તેના વખાણ કરતા હતા. આજે કર્ણાટકના એ નેતા દેશ છોડીને ફરાર થઈ ગયેલ છે. તેના જધન્ય ગુનાઓ અંગે સાંભળીને દિલ હચમચી જાય છે. સેંકડો મહિલાઓનું જીવન જેણે વેરણછેરણ કરી નાખ્યું. મોદીજી, શું હજુ પણ ચૂપ રહેશો?”
જો આવા કાંડમાં કોઈ કોંગ્રેસી નેતા સંડોવાયેલ હોત તો મહિલા ગોદી એન્કરે ગોકીરો કરી મૂક્યો હોત ! બધા બળાત્કારીઓ સત્તાપક્ષ સાથે કેમ? શું સત્તાપક્ષ પાસે ‘યૌન અપરાધ શુદ્ધિકરણ મશીન’ હશે? સૌથી મોટો સવાલ એ છે કે બ્રિજભૂષણસિંહને છાવર્યો; પ્રજ્વલ રેવન્નાને છાવર્યો; બળાત્કારીઓના ફૂલહારથી વધામણા કર્યા; એમને નારી સન્માનની/ નારી વંદનાની વાત કરવાનો અધિકાર ખરો?rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય/ રાકેશ રંજન]

[wptube id="1252022"]





