MORBI:એક પત્ર વ્હાલી લોકશાહી તરફથી; જિલ્લા ચૂંટણી તંત્રનું મતદાન જાગૃતિ માટેનું અનન્ય પગલું
MORBI:એક પત્ર વ્હાલી લોકશાહી તરફથી; જિલ્લા ચૂંટણી તંત્રનું મતદાન જાગૃતિ માટેનું અનન્ય પગલું
મતદાન બાબતે લોકોમાં હકારાત્મક વલણ ઊભું કરવા મતદારને એક પત્ર શોર્ટ ફિલ્મ રિલીઝ કરાઈ
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરવાના આશય સાથે બનાવવામાં આવેલી ૩ શોર્ટ ફિલ્મ થકીની એક શોર્ટ ફિલ્મ મતદારને ‘વ્હાલી લોકશાહી તરફથી એક પત્ર મતદારને’ એવી અનન્ય થીમ સાથે બનાવવામાં આવી છે.

લોકશાહીમાં એક મત નું શું મહત્વ છે, લોકોમાં મતદાન પ્રત્યેની ઉદાસીનતા તેમજ તેને દૂર કેવી રીતે કરી શકાય તે બાબતોને સાંકળી મતદારને એક પત્ર વ્હાલી લોકશાહી તરફથી એવી થીમ સાથે ખૂબ જ સુંદર શોર્ટ ફિલ્મનું નિર્માણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
આ શોર્ટ ફિલ્મમાં લોકો મારા એક મતથી શું થશે ? એવા વિચાર સાથે મતદાન પ્રત્યે ઉદાસીનતા દાખવે છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેવી રીતે મતદારોને લોકશાહી દ્વારા એક પત્ર લખી મતદાનનું મહત્વ સમજાવી લોકોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીંપસિંહ વાળા અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરી વોટીંગની ટકાવારી વધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસમાં એક આ નવી પહેલ શોર્ટ ફિલ્મ બનાવીને કરવામાં આવી છે.








