Halvad:હળવદના ચુપણી ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂના જથ્થો ઝડપાયો

Halvad:હળવદના ચુપણી ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂના જથ્થો ઝડપાયો
હળવદ પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના ચુંપણી ગામે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૪૦૦ લીટર દેશીદારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી, જયારે દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ જીલ્લામાં દારૂ/જુગારની બદી ડામવા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને જીલ્લાના હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી.વ્યાસની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના ચુંપણી ગામે આરોપી ધીરૂભાઈ કેશુભાઈ વાજેલીયાના રહેણાંક મકાનમાંથી દેશીદારૂનો કુલ લીટર- ૪૦૦ કિં.રૂ.૮૦૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો. જયારે દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.








