BHARUCHVAGRA

વાગરા તાલુકામાં તમારા મતદાન મથકને જાણો અભિયાન અંર્તગત મતદારોએ મતદાન મથકની મુલાકાત લીધી

ભરૂચ- સોમવાર – લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP)  અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતીબા રાઓલના રાહબરી વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃતિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

વાગરા તાલુકામાં ″તમારા મતદાન મથકને જાણો સઘન કેમ્પિયનના અનુસંધાને  બુથ પર હાજર બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ, પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button