MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ઇકો કાર દુકાનમાં ઘુસી જતા :એક ઈજાગ્રસ્ત

MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ઇકો કાર દુકાનમાં ઘુસી જતા :એક ઈજાગ્રસ્ત
મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે માળીયા રોડ ઉપર લક્ષ્મી ચેમ્બરમાં આવેલ રવિ જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતા પ્રવીણભાઇ કાનજીભાઇ દેત્રોજા ઉવ-૪૮ રહે-મોરબી ધુનડા રોડ શકિત-૨ સોસયાટી તુલસી પાર્ક એપાર્ટમેન્ટ-A ફલેટ નંબર-૮૦૧ ગઈકાલ તા.૨૮/૦૪ના રોજ દુકાનના થળે બેઠા હતા ત્યારે સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવતી ઇકો કાર રજી. જીજે-36-એજે-0515 અચાનક દુકાનમાં ઘુસી ગઈ હતી, જે ઘટનામાં પ્રવિણભાઈને નાકના ભાગે અને પગમાં ઈજાઓ પહોંચતા આજુબાજુની દુકાનોમાંથી લોકો એકત્ર થઇ ગયા હતા અબે પ્રવિણભાઈને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી. અકસ્માતની ઘટનામાં જનરલ સ્ટોર દુકાનમાં તથા અંદર રહેલી વસ્તુઓમાં મોટી નુકસાની થઇ હતી, જયારે ઇકો કાર ચાલક પોતાના હવાલાવળી કાર રેઢી મૂકી નાસી ભાગી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે ઈજાગ્રસ્ત પ્રવિણભાઈએ ઉપરોક્ત ઇકો કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





