AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર રૂપિયા વીસ હજાર ની લાંચ લેતા એસીબીમાં છટકામાં ઝડપાઈ!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાતમાં ભ્રષ્ટાચારની બોલબાલા છે. ભ્રષ્ટ માનસિકતા ધરાવતા રાજ્ય સેવકો નેં જો સતા અને અધીકાર મળ્યા છે તેનો દુરઉપયોગ કરીને લાવ..લાવ..લાવ.‌. સિવાય કોઈ પ્રમાણિક કામ કરતાં નથી પણ હવે લોકો જાગૃત બન્યા છે એક પ્રમાણિક મહિલા એ લાંચ નહીં આપતા પણ એસીબીના છટકામાં આબાદ ઝડપાવી દીધાં છે. અમદાવાદમાં રહેતા એક પરિવારની દીકરી પોતાની રીતે પગભર થાય તે માટે યુવતીને ફાર્મસી નો અભ્યાસક્રમ કરાવ્યો હતો અને બાદમાં ગોતા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર ખોલી આપ્યો હતો છેલ્લા 230 વર્ષથી આ મહિલા મેડિકલ સ્ટોર ચલાવી રહી છે ફૂડ અને ડ્રગ કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતા ડ્રગ ઇન્સ્પેક્ટર દર્શના બેન મોદી પૈસા પડાવવા માટે આ મેડિકલ સ્ટોર ઉપર ગયા હતા. યુવતી પાસે જેટલાં ડ્રગ્સનું લાઇસન્સ હતું તેટલી જ દવા તે વેચી રહી હતી. તેથી દર્શના મોદી કંઈ કરી શક્યા ન હતા તેથી તેમણે પ્રિસ્ક્રિપ્શન ની નોંધ કેમ નથી રાખતા? તેમ કહીને કાયદાનો ડર બતાવ્યો હતો અને એક લાખ રૂપિયાની લાંચ ની માંગણી કરી હતી. પરંતુ થોડીક રકજક ના અંતે રૂપિયા ત્રીસ હજારમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. જેમાંથી રૂપિયા દશ હજાર મેડિકલ સ્ટોર નાં ગલ્લામાંથી ડ્રગ ઇન્સ્પેક્ટર દર્શના મોદીએ કાઢી લીધા હતા. અને બાકીનાં રૂપિયા વીસ હજાર
તેમની ઓફિસમાં આપી જવાનું જણાવ્યું હતું. પરંતુ આ યુવતી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબી તંત્રનો સંપર્ક કર્યો હતો . તેથી એસીબીએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની કચેરી માં તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું
જ્યાં ફરીયાદી પાસે થી
આ ડ્રગ ઇન્સ્પેક્ટર દર્શના મોદીએ રૂપિયા વીસ હજાર ની લાંચ લેતા જ એસીબી ટીમે તેમને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button