MORBI:મોરબીના લખધીરપુર રોડ પર અજાણ્યા ટ્રક શ્રમિકને હડફેટે લેતા સારવારમાં મોત

MORBI:મોરબીના લખધીરપુર રોડ પર અજાણ્યા ટ્રક શ્રમિકને હડફેટે લેતા સારવારમાં મોત
મોરબીના લખધીરપુર રોડ પર સીસી રોડ પર અજાણ્યા ટ્રકના ચાલકે એક વ્યક્તિને હડફેટે લેતા તેને ગુપ્ત ભાગે ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લખધીરપુર રોડ પર સાવીયો સિરામિકમાં રહેતા અને મૂળ સુરવાલ, યુ.પી ના વતની ઉપેન્દ્રભાઈ સુરશભાઈ બાસકોર એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ગામના અમનભાઈ ચંદ્રભાન સાવિયો સિરામિકના કારખાનાની રૂમની પાછળ ફેમ સિરામિકના કારખાના તરફ જવાના સીસીરોડ પર જતો હોય દરમિયાન અજાણ્યા ટ્રકે વહેલી સવારના રોજ અકસ્માત સર્જાતા અમનને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઇ હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં ગત તા. ૨૫ ના રાત્રીના તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








