MORBI:મોરબી બે શખ્સોએ યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર માર્યો

MORBI:મોરબી બે શખ્સોએ યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના નવા બસ સ્ટેન્ડના ગેટ પાસે બે શખ્સોએ યુવાન પાસે વ્યાજની પઠાણી ઉધરાવી માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મોરબીના કામધેનું બાયપાસ રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી ૩ માં રહેતા દશરથભાઈ સુરેશભાઈ ડાભી એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેના ભાઈ સાહેદ જયેન્દ્ર એ આરોપી દિવ્યેશભાઈ રબારી પાસેથી બે મહિના પહેલા ૪૦,૦૦૦ ઉચા વ્યાજે લીધેલ હોય જે રૂપિયાના બદલામાં જયેન્દ્રભાઈ એ આરોપી દિવ્યેશભાઈને ૩૦,૦૦૦ પરત આપી દીધેલ હોવા છતાં તેની પાસેથી ૮૦,૦૦૦ ની પઠાણી ઉધરાણી કરતા હોય જે બાબતની જાણ દશરથભાઈને થતા આરોપી દિવ્યેશ રબારીને ફોન કરી પોતાની લેણી નીકળતી રકમ એક મહિના પછી આપી દેશે તેમ કહેલ પરંતુ દશરથભાઈ પાસે રૂપિયા ન હોવાથી આરોપી દિવ્યેશ રબારીને રૂપિયા પરત આપી ના શકતા જે બાબતનો ખાર રાખી દશરથભાઈને નવા બસ સ્ટેન્ડ ગયેલ હોય ત્યારે આરોપી દિવ્યેશ રબારી અને વિશાલ રબારી બંને રહે શનાળા જી.મોરબી વાળા એ દશરથભાઈને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








