MORBI:મોરબી લાયન્સ ક્લબ તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને ચકલીઘર, પાણીના કુંડાનું વિતરણ કરાયું
MORBI:મોરબી લાયન્સ ક્લબ તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને ચકલીઘર, પાણીના કુંડાનું વિતરણ કરાયું
લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પક્ષીઓને રાહત મળે તેવા હેતુથી સંસ્થાઓ દ્વારા ૨૦૦૦ ચકલા ઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
ત્યારે મોરબીના પર્યાવરણ અને જીવદયા પ્રેમી લોકોએ આ સેવા કેમ્પનો ઉત્સાહ ભેર લાભ લીધો. આ સેવાકીય જીવદયા પ્રોજેક્ટમા લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટ માંથી તેમજ મોરબીની પ્રયાવર્ણ પ્રેમી લોકો તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો
આ કેમ્પને સફળ બનાવવા લા.ભીખાભાઈ લોરિયા, લા.નાનજીભાઈ મોરડિયા, લા.અમરશિભાઈ અમૃતિયા, લા.અમૃતલાલ શુરાણી લા.ચંદુભાઈ કુંડારિયા લા.રશ્મિકા રૂપાલા લિયો ક્રિષ્ના રૂપાલા , વાસુ રૂપાલા, હાર્દિક પરમાર, ઊર્વેશ માણેક, લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ લા. કેશુભાઈ દેત્રોજા,

ખજાનચી લા. મણિલાલ કાવર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી તેમ સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ ફૂલતરીયાની યાદીમાં જણાવ્યું છે








