MORBI:મોરબી લા.કલબ ઓફ મોરબી સીટી /શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કુંડા અને પાણીના પરબીયાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે
MORBI:મોરબી લા.કલબ ઓફ મોરબી સીટી /શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કુંડા અને પાણીના પરબીયાનું વિનામૂલ્યે વિતરણ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ આ કાળઝાળ ગરમીમાં પક્ષી ઓને રાહત મળે તે માટે ચકલાઘર અને પાણી ના પરબિયા-કુડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.તો દરેક પર્યાવરણ અને જીવદયા પ્રેમી લોકોએ આ સેવા કેમ્પનો લાભ લેવો અને આ સેવાકીય પ્રોજેક્ટ નો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર કરશોજી આ જીવદયા પ્રોજેક્ટ મા સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટ માંથી જરૂરીયાત મુજબ નો આર્થિક સહયોગ આપશે.

સ્થળ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ પાસે શનાળા રોડ મોરબી તારીખ :-27/4/24 શનિવારે સમય :- સવારના 9થી બપોરના 12 વાગ્યા સુધી પ્રમુખ લા.કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા. મણિલાલ જે કાવર નોંધ-આ વિના મૂલ્યે જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ માં આપ સ્વેચ્છાએ દાન સ્વીકાર્ય છે.








