
TANKARA:ટંકારા પુસ્તક પરબ દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન

પુસ્તક પરબ ટંકારા દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કરેલ છે. તો આપ સર્વેને નમ્ર નિવેદન છે કે આપના સંતાનોના, ભાઈઓના, બહેનોના પુસ્તકો કે જે હવે પરીક્ષા પછી બીન ઉપયોગી છે, કે પસ્તીમાં જવાના છે, તેવા પુસ્તકોનું દાન આપી અને એક સુંદર સેવા કાર્યમાં આપનું અનુદાન આપો. ધોરણ 6 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ પોતાના પુસ્તકો પુસ્તક પરબને દાન આપે જેથી આવતા સત્રમાં જરૂરિયાતમંદ બાળકો તેનો ફરીથી સરસ ઉપયોગ કરી શકે. તમારા બીન ઉપયોગી પુસ્તકો જરૂરીયાત મંદ માટે ખૂબ ઉપયોગી બને તેવા હેતુ સાથે આપ સર્વને નમ્ર અપીલ છે કે આપના પુસ્તકોનું અમૂલ્ય દાન કરો પુસ્તકો ના દાન માટે નીચે આપેલા નંબરનો સંપર્ક કરો
કલ્પેશ ભાઈ ફેફર : 8866441444 ગીતાબેન સાંચલા :9537580555 ડો. નીપાબેન મેદાપરા 9586061166 સોલંકી હેતલબેન :9428570027 ધવલભાઇ દેસાઈ :9998637643








