
વિજાપુર હેલ્થ કચેરી વિભાગ દ્વારા મેલેરીયા દિવસ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જીલ્લા હેલ્થ વિભાગના આદેશ મુજબ વિજાપુર તાલુકા હેલ્થ કચેરી ના હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ સરના માર્ગદર્શન હેઠળ આજરોજ વિશ્વ મેલેરીયા દીવસ ની ઉજવણીના ભાગરૂપે લોકો જનજાગૃતિ આવે તે સારું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં જિલ્લા મેલેરીયા સુપરવાઇઝર રમેશ ચૌધરી તેમજ જયેશ પટેલ અને અર્બન હેલ્થ ઓફિસર દ્વારા રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ રેલી સરકારી દવાખાનું વિજાપુર થી નીકળી શહેરના વિવિધ માર્ગો ખત્રી કુવા નગરપાલિકા વિસ્તારમાં ફરીને પત્રિકાઓનું વિતરણ મેલેરિયા રોગ ની જન જાગૃતિ સૂત્રોચાર તેમજ પ્લેકાર્ડ દ્વારા તેમજ ‘વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામે ની લડાઈ ને વધુ વેગ આપી એ’ તે થીમ પર બેનર પ્રદશિત કરી સરકારી દવાખાના વિજાપુર પરત આવી . આ રેલીમાં અર્બન હેલ્થ કચેરી વિજાપુર નો સ્ટાફ આરબીએસકેવિજાપુર નો સ્ટાફ તાલુકા નું સ્ટાફ..એસ ટી એસ તેમજ તેમજ નર્સિંગ સ્ટુડન્ટ જોડાયો..આ સમગ્ર રેલી નું સુચારુ આયોજન તાલુકા હેલ્થ સુપરવાઈઝર એમ એમ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ.





