
MORBI:ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું મોરબીના શકત શનાળાથી પ્રસ્થાન

મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓએ ટેકો જાહેર કર્યો
લોકસભાની ચૂંટણી ની વિવિધ તબક્કાઓની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે થોડા સમય પહેલા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે તેવું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું તેનો રોષ ચરમશીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિયો દ્વારા અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શન કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ગુજરાતના અલગ અલગ ગામડાઓ સુધી પહોંચી રહ્યો છે.

જેના ભાગરૂપે આજે મોરબી શક્ત સનાળા ખાતેથી વહેલી સવારે આ ધર્મરથ નું પ્રસ્થાન થયું હતું અલગ અલગ વિસ્તારમાં તેમજ ગામડાઓ સુધી પહોંચ્યો હતો ત્યારે વધુમાં ક્ષત્રિયો દ્વારા જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અમે તમામ સમાજના લોકોને અપીલ કરી રહ્યા છીએ તેમજ રૂપાલા હાઈ… હાઈ…, કમળ નું ફૂલ અમારી ભૂલ… જેવા નારાઓ લાગ્યા હતા, આ ધર્મ રથ મોરબી ના વીરપર ,લજાઈ ,સજનપર ,મીતાણા ,વીરવાવ ,નેકનામ , જોધપર ઝાલા, મેઘપર ઝાલા ,બંગાવાડી, ધુનડા ,મોટા ખીજડીયા, નાના રામપર, મોટા રામ પર ,નસિતપરા,જીવાપર જેવા વિસ્તારો માં આજે ફરશે
