MORBI:જીવાપર પાસે નમી ગયેલો પીજીવીસીએલ નો પોલ તાકીદે રીપેર કરવા માંગ!

MORBI:જીવાપર પાસે નમી ગયેલો પીજીવીસીએલ નો પોલ તાકીદે રીપેર કરવા માંગ!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
આમરણ નજીક આવેલા જીવાપર ગામે રોડ ઉપર જ નમી ગયેલો પીજીવીસીએલનો પોલ કોઈ અકસ્માત સર્જાઇ તે પહેલા રીપેર કરાવી લેવા ગામ લોકોની માંગ ઉઠી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી થી આમરણ જવાનો આ બહુ ટૂંકો અને સરળ રોડ હોય આ રોડ ઉપર વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે જ્યારે જીવાપર પાસે હાલવું નવો પુલ બનાવવામાં આવી રહ્યું છે તેના માટે કાચું ડ્રાઇવર્જન કાઢવામાં આવ્યું છે .આ ડ્રાઈવર્જનની બાજુમાં જ એક પીજીવીસીએલનો પોલ નમી ગયેલો છે જે વધુ પડતા પવનના કારણે હલે છે તેમજ ડ્રાઇવર્ઝન માથી મોટા વાહનો નીકળે છે ત્યારે પણ પોલ હલી જાય છે. તો આ પોલ પડે અને કોઈ અકસ્માત થઈ જાય તે પહેલા પોલ ને મજબૂત રીતે સીધો ઉભો કરી દેવામાં આવે તેવી જીવાપર ગામ લોકોની માંગણી ઉઠી છે. હાલ આ જીવાપર ગામે લક્ષ્મીનારાયણ મંદિર તેમજ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે. ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકોની અવરજવર છે તો તાકીદે આ પોલ રિપેર કરવા માંગણી કરવામાં આવી છે. અહીં એ વાત જણાવી દઈએ કે પીજીવીસીએલ નાં વીજતાર પોલ અંગે હળવદ માંથી પણ ફરિયાદ ઉઠી છે મોરબીમાં બીન અધિકૃત રીતે પોલ માં હોર્ડીગ લગાવ્યા છે તે દૂર કરવાની પણ લેખીત રજુઆત વર્તુળ કચેરી નેં કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી પીજીવીસીએલનો એક પણ અધિકારી કે કર્મચારી આવા બિન અધિકૃત હોર્ડીગ દૂર કરાવી શક્યા નથી તે હકીકત છે. ત્યારે આ પોલ મજબૂત રીતે સીધો કરવા અંગે કેટલી તકેદારી રાખે છે તે જોવું રહ્યું!








