NAVSARINAVSARI CITY / TALUKO
Navsari: શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ બીગરી દ્વારા મનરેગામાં કામ કરતા શ્રમિકોને મતદાન અંગે જાગૃત કર્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં આગામી ૭મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્તરીતે મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાઇ રહ્યા છે.
આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીગરી ગામ ખાતે શ્રીમતી બી.સી.જે.સાર્વજનિક હાઈસ્કુલ દ્વારા મનરેગામાં કામ કરતા શ્રમિકો પાસે કામના સ્થળે જઈ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. આ સાથે શ્રમિકોને એક એક મતનું મહત્વ સમજાવી આગામી ૭મી મેના રોજ અવશ્ય મતદાન કરવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. મનરેગાના ચાલુ કામોની મુલાકાત દરમિયાન મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અંદાજિત ૧૨૦થી વધુ શ્રમિકો, શાળાના શિક્ષકો સહિત જાગૃત ગ્રામજનો આ પ્રક્રિયામાં સહભાગી થયા હતા.
[wptube id="1252022"]






