*દેડીયાપાડા માટે ડિસપેચિંગ અને રિસીવીંગ સેન્ટર નિયત કરાયા*
તાહિર મેમણ : 23/04/2024- ભારતનાં ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર માં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના ૧૪૮-નાંદોદ વિધાનસભા વિસ્તાર તેમજ ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં નર્મદા જિલ્લામાં ટ્રેનિંગ અને ડિસપેચિંગ સેન્ટરોનું પસંગી કરવામા આવી છે.
જેમાં ૧૪૮-નાંદોદ વિધાનસભા વિસ્તારનું એમ.આર. વિદ્યાલય રાજપીપલા ખાતે ટ્રેનિંગ સેન્ટર અને છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે ડિસપેચિંગ અને રિસીવીંગ સેન્ટર નિયત કરાયા છે. ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા વિસ્તારનું ગર્લ્સ લિટરસી રેસીડન્સી સ્કૂલ દેડીયાપાડા ખાતે ટ્રેનિંગ સેન્ટર અને આદર્શ નિવાસી કુમાર શાળા દેડીયાપાડા ખાતે ડિસપેચિંગ અને રિસીવીંગ સેન્ટર નિયત કરાયા છે. અહીથી ચૂંટણી કર્મીઓ મતદાનને લગતી સામગ્રી લઈ મતદાન મથક પર જવા માટે રવાના થશે અને મતદાન પૂર્ણ થયા બાદ આ સ્થળે ચૂંટણી સામગ્રી સાથે પરત આવશે.







