NATIONAL

SCમાં ૫ને બદલે ૩ વર્ષ પછી LLB કોર્સ કરવાની અરજી નામંજૂર

નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે ધોરણ 12 પછી 3 વર્ષનો લો ડિગ્રી કોર્સ (એલએલબી કોર્સ) કરવાનો નિર્દેશ માંગતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં એલએલબીનો કોર્સ 5 વર્ષનો છે.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હાલમાં બીએ-એલએલબીનો કોર્સ 5 વર્ષનો છે, તેને ત્રણ વર્ષનો કરવાની જરૂર છે. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે આ સમય પણ ઘણો ઓછો છે. CJI
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો, જેના પગલે અરજદારે અરજી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો.
અરજદારે કહ્યું કે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં એટલે કે છ સેમેસ્ટરમાં 15-20 વિષયોનો સરળતાથી અભ્યાસ કરી શકે છે. તેથી, વર્તમાન પાંચ વર્ષનો સમયગાળો એટલે કે બેચલર ઓફ લો કોર્સ માટે 10 સેમેસ્ટર યોગ્ય નથી. અરજદારે કહ્યું કે આનાથી વિદ્યાર્થીઓ પર લાંબી ડિગ્રી પૂર્ણ કરવા માટે આર્થિક બોજ વધશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button