RAJKOTUPLETA

છોડી દેજો સઘળાં કામ, કામ પહેલાં કરજો મતદાન : ઉપલેટા નગરપાલિકાની અપીલ

પ્રેરણાદાયી પ્રયાસ : ગાર્બેજ કલેક્શન વાનમાં ઓડિયો સિસ્ટમ થકી ઘરે-ઘરે પહોંચાડાતો મતદાનનો સંદેશ

વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ તા. ૨૨ એપ્રિલ – આગામી નજીકના સમયમાં આપણા દેશમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે લોકસભાની ચૂંટણીનો અવસર આવી રહ્યો છે. ગુજરાતમાં તા. ૭ મેના રોજ મતદાનના દિવસે મત આપીને આ અવસરની ઉજવણી કરવાની છે. ત્યારે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગર્શનમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.

ઉપલેટા નગરપાલિકા દ્વારા મતદાનની જનજાગૃતિ અર્થે પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ગાર્બેજ કલેક્શન વાનનો વિશિષ્ટ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં સૂકા-ભીના કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે વાહન ફરતું હોય છે. આ કચરો ભેગાં કરતાં વાહનમાં ઓડિયો સિસ્ટમ થકી મતદાન આપવાનો સંદેશ દરરોજ ઘરે-ઘરે પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ મતદાન સંદેશમાં ‘છોડી દેજો સઘળાં કામ, કામ પહેલાં કરજો મતદાન’, ‘મારો મત, મારી ઓળખાણ’, ‘મહાદાન અન્નદાન, તેથી વિશેષ મતદાન’ સહિતના સૂત્રો સાથે મતદાનની તારીખ, લોકશાહીનું મહત્વ જેવી બાબતોને સાંકળીને અવશ્ય મતદાન કરીને લોકશાહીના રાષ્ટ્રીય મહાપર્વ ચૂંટણીની ઉજવણીમાં સહભાગી બનવાની જનતાને અપીલ કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button