NATIONAL

એક જ વર્ષમાં 66 હજાર ભારતીયો લોકો બન્યા અમેરિકાના નાગરિક

ભારતમાંથી દર વર્ષે લાખો લોકો અમેરિકા જઇ રહ્યાં છે, જેમાંથી મોટાભાગના લોકો નોકરી કે ભણવા માટે ત્યાં જાય છે. જોકે, આ ભારતીય આગળ જઇને અમેરિકામાં જ વસી જાય છે અને અમેરિકાની નાગરિકતા લઇ લે છે. અમેરિકન કોંગ્રેસની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 65,960 ભારતીય ઓફિશિયલ રીતે અમેરિકાના નાગરિક બની ગયા છે. મેક્સિકો બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાંના લોકો સૌથી વધુ અમેરિકાના નાગરિક બન્યા છે.

અમેરિકન જનગણના બ્યૂરોના અમેરિકન સામુદાયિક સર્વે ડેટા અનુસાર, અમેરિકામાં 2022માં 4.6 કરોડ વિદેશમાં જન્મેલા લોકો રહેતા હતા. દેશની વસ્તીમાં તેમની ભાગીદારી 14 ટકા છે જેમાંથી 2.45 કરોડ એટલે કે લગભગ 53 ટકાએ ખુદને નેચુરલાઇજ્ડ નાગરિક ગણાવ્યા હતા. નેચુરલાઇજ્ડ નાગરિક તેમને કહેવામાં આવે છે જેમનો જન્મ અમેરિકામાં નથી થયો પરંતુ આગળ જઇને અહીંની નાગરિકતા મેળવી હોય. મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકાની કુલ વસ્તી 33.3 કરોડ છે.

સમાચાર એજન્સી અનુસાર, 15 એપ્રિલે જાહેર થયેલા લેટેસ્ટ ‘યુએસ નેચુરલાઇજેશન પોલિસી’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નાણાકીય વર્ષ 2022માં સ્વતંત્ર કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ અનુસાર, 9,69,380 લોકો નેચુરલાઇજ્ડ અમેરિકન નાગરિક બન્યા છે જેમાં કહેવામાં આવ્યું, “નેચુરલાઇજ્ડ નાગરિક બનનારા લોકોમાં મેક્સિકોના લોકોની સંખ્યા સૌથી વધારે છે, તે બાદ ભારત, ફિલિપાઇન્સ, ક્યુબા અને ડોમિનિકન રિપબ્લિકનના લોકોનો નંબર હતો.”

કોંગ્રેશનલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2022માં મેક્સિકોના 1,28,878 નાગરિકોને અમેરિકાની નાગરિકતા મળી હતી. તે બાદ 65,960 ભારતીય અમેરિકન નાગરિક બન્યા હતા. ફિલિપાઇન્સના 53,413, ક્યુબાના 46,913, ડોમિનિકન રિપબ્લિકના 34,525, વિયેતનામના 33,246 અને ચીનના 27,038 લોકોએ અમેરિકાની નાગરિકતા મેળવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2023માં વિદેશમાં જન્મેલા અમેરિકન નાગરિકોમાંથી 1.6 કરોડ મેક્સિકોના હતા. તે બાદ 28 લાખ ભારતથી આવનારા લોકો હતા. ત્રીજા નંબર પર ચીનના 22 લાખ નાગરિક હતા જેમનો જન્મ ચીનમાં થયો પરંતુ તે અમેરિકાના નાગરિક બની ગયા. અમેરિકામાં 49 લાખ લોકો એવા છે જે ભારતીય છે અથવા તેમના મૂળ ભારત સાથે જોડાયેલા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button