GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ફાયર ટીમ દ્વારા શાળા, હોસ્પિટલ અને સોસાયટીમાં 1475 વ્યક્તિને ડેમોન્સ્ટ્રેશન-ટ્રેનીંગ આપી

MORBI:મોરબી ફાયર ટીમ દ્વારા શાળા, હોસ્પિટલ અને સોસાયટીમાં 1475 વ્યક્તિને ડેમોન્સ્ટ્રેશન-ટ્રેનીંગ આપી

ફાયર સર્વિસ વિક ૨૦૨૪ (૧૪ થી ૨૦ એપ્રિલ) અંતર્ગત જાગૃતિ હેતુસર મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા મોરબીમાં અલગ -અલગ જગ્યાએ જેમાં ન્યુ એરા ગ્લોબલ સ્કુલ – વીરપરના ૧૪૦૦ બાળકો અને શિક્ષકગણ, શ્યામ હોસ્પિટલ- સાવસર પ્લોટના ૨૦ સ્ટાફ તેમજ એકતા એવન્યુ રેસીડેન્ટ બિલ્ડીંગ- દર્પણ ૨ રવાપર રોડના ૫૫ રહેવાસીઓ આમ કુલ ૧૪૭૫ વ્યક્તિને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

જેમાં ફાયર ટીમના જવાનોએ આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ Fire extinguisher (અગ્નિશામક યંત્ર)નો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવ્યું. તેમજ ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button