જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી એક દિવસમાં 5500 જેટલા બોક્સની આવક
10 કિલોના એક બોક્ક્ષના રૂ 800 થી રૂ 1200 નોંધાયા, ક્વોલીટી કેરીના 800 થી 3000 ભાવ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ઉનાળુ સીઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેરી રસિકો માટે ખૂબ સારા સમાચાર છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં કેસર કેરીના 5500 જેટલા બોક્સની આવક નોંધાય છે. આ કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. તો બીજી તરફ સારી અને ગુણવત્તા યુક્ત કેરીના એક બોક્સના ભાવ 800 થી 3000 સુધી નોંધવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇ કેસર કેરીના ભાવ પણ લોકોને પોસાય તેમ છે. આગામી સમયમાં હજુ કેસર કેરીની આવક વધતા કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરા એ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડ જુનાગઢના શાકભાજી અને ફળફળાદી યાર્ડમાં ઉનાળાની સીઝન ની સાથે કેસર તેમજ વલસાડની રત્નાગીરી કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે કેસર કેરીની આવક વધુ પ્રમાણમાં હોય છે. આ વર્ષે દર વર્ષ કરતાં કેરીની સીઝન 20 થી 25 દિવસ મોડી શરૂ થઈ છે. જેને લઇ કેરીની આવકમાં પણ ઘટાડો થયો છે. અને કેરીની આવક ઘટતા કેરીના ભાવ પણ ઊંચા જોવા મળી રહ્યા છે.
છેલ્લા ચાર પાંચ દિવસથી કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજના 5500 જેટલા કેરીના બોક્સ ની આવક નોંધાઈ હતી. કેરીની આવક વધતા 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. તેમજ મહારાષ્ટ્ર અને વલસાડની રત્નાગીરી પણ આવક સારી જોવા મળી રહી છે. કેરીની ગુણવત્તા પર કેરીના ભાવ નક્કી થતા હોય છે. સારી ક્વોલિટીની કેરી રૂ 800 થી રૂ 3000 સુધીનું 10 કિલોનું એક બોક્સ વહેંચાય છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવતી કેસર કેરી તાલાળા ના ગીર વિસ્તાર માંથી આવે છે. અને આ ગીરની કેસર કેરીની આવક છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ખૂબ વધી છે.