ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા ભવન દ્વારા ૨૦૨૨ ની બેન્ચના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના હસ્તે શિક્ષણલક્ષી- સમાજલક્ષી પ્રવૃત્તિઓ ઉજાગર કરતી સ્મરણીકાનું વિમોચન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં વિદાય સમારોહ કાર્યક્રમ યોજાઈ ગત વર્ષ ૨૦૨૨ ની બેન્ચના વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમ વેળાએ ડો. ચેતનભાઇ ત્રિવેદીએ સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની ૫૫ જેટલી સમાજલક્ષી શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓને ઉજાગર કરતી ફોટો અને વૃતાંત આલેખન સભર બુકનું વિમોચન કર્યું હતું. તેમ જ વર્ષ ૨૦૨૩-૨૪ નો વાર્ષિક અહેવાલ સંપૂટનુ પણ વિમોચન કરી છાત્રોને સંબોધતા જણાવ્યું હતું કે સમાજશાસ્ત્ર વિભાગના છાત્રોનો વિદ્યા અભ્યાસ જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સંપન્ન થતાં વિદાય લેતા સૌ છાત્રોને તેમની ઉજવળ કારકિર્દી યશોમય બની રહે તે શુભકામના વ્યક્ત કરું છું. ડો.ત્રિવેદીએ છાત્રોને જણાવ્યું હતું કે મનુષ્ય જીવનમાં માનવતાથી ઉપર બીજો કોઈ મોટો ધર્મ નથી ત્યારે કાર્યનિષ્ઠા અને કાર્ય પરિણામની ભાવના સાથે થયેલ કાર્યો હંમેશા જીવનમાં પ્રગતિ બની રહેતા હોય છે.
કાર્યક્રમના પ્રારંભે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.જયસિંહ ઝાલાએ વિદાય લેતા વિદ્યાર્થીઓના વિદ્યાભવન અભ્યાસ અને તેમના ઉજવળ ભવિષ્યની શુભકામના સાથે અતિથિ ઓને આવકાર્યા હતા.
આ તકે સંશોધન વિદ્યા અભ્યાસ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓને કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ સ્મૃતિભેટ અર્પણ કરી સત્કાર્યાં હતા. કાર્યક્રમ દરમિયાન બહેનોએ ભારતીય સંસ્કૃતિને છાજે તેવા વસ્ત્ર પરિધાન સાથે સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરી હતી.
આ પ્રસંગે સમાજશાસ્ત્ર ભવનના અધ્યાપક શ્રી ડો. ઋષિરાજ ઉપાધ્યાય તેમજ અધ્યાપક ગણ તેમજ સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડો. પરાગ દેવાણીએ આભાર દર્શન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન વાઘેલા યસ અને ખાણીયા દિવ્યાએ સંભાળ્યું હતું





