અતિશય ગરમી / હિટવેવ ને ધ્યાને લઈને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો એ રાખવાની થતી કાળજી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠવાડિયામાં જૂનાગઢ જિલ્લામાંપવન સાથે ઉષ્ણલહેર રહેવાની શકયતા છે. ત્યારે અતિશય ગરમી / હિટવેવ ને ધ્યાને લઈને જૂનાગઢ જિલ્લા પંચાયત દ્રારા ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવું.જયારે પણ શકય હોય ત્યારે પુરતુ પાણી પીવો. મોસમી ફળૉ, શાકભાજી ખાઓ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે, તરબુચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી અથવા અન્ય સ્થાનિક ઉપલબ્ધ ફળો અને શાકભાજીઓ. મહતમ શરીર ઢંકાય તેવા પાતળા ઢીલા વજનમાં હળવા સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના પહેરવા તેમજ માથુ ઢંકાયેલુ રાખવું તેમજ તડકામાં બહાર જતી વખતે પગમાં બુટ – ચંપલ પહેરવા, પશુઓને છાંયડે રાખવા.ઉભા પાકને સવારે અથવા સાંજે પિયત આપવું.પરિપક્વ પાકની વહેલીતકે લણણી અને ઝુડણીની કાર્યવાહી પૂર્ણ કરવી.
આ ઉપરાંત જો ઉચ્ચ શરીરનું તાપમાન અને બેભાન, મુઝવણ અથવા પરસેવો બંધ થઈ ગયેલ વ્યક્તિ મળે તો તરત જ ૧૦૮ પર કોલ કરો અથવા નજીકના આરોગ્ય કેંન્દ્ર નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ચૌહાણની અખબારી યાદીમાં જણાવાયું છે.





