JUNAGADHJUNAGADH CITY / TALUKO
ગિરનાર પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા ઉપલા દાતારના મહંત શ્રી ભીમ બાપુની અપીલ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ઉપલા દાતારના મહંત શ્રી ભીમબાપુએ અભયારણ્ય વિસ્તાર હેઠળના ગિરનાર પર્વતને પ્લાસ્ટિક મુક્ત અને કાયમી સ્વચ્છ રાખવા માટે ગિરનાર દર્શનાર્થે પધારતા ભાવિકોને અપીલ કરી છે.
તેમણે જણાવ્યું કે, પ્લાસ્ટિકના કાગળ, બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈ વસ્તુઓથી ગિરનાર પર્વતને મુક્ત રાખવો ખૂબ જરૂરી છે. તેમણે ગિરનાર દર્શને આવતા ભાવિકોને પણ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર રાખવા માટે અનુરોધ કરતા પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે ન લાવવા માટે અપીલ કરી હતી. ઉપરાંત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી કાળજી રાખવા પણ શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે.
શ્રી ભીમ બાપુએ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે જૂનાગઢ વન વિભાગના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
[wptube id="1252022"]





