નર્મદા જિલ્લાના સાગબારા ના દત્તવાડા ગામ પાસેથી ખેરના લાકડા ભરી ને જતી પિકઅપ ને ઝડપી પાડી
###############
એક અઠવાડિયામાં આ બીજી પિકઅપ ઝડપાઇ, લાકડા ચોરો બેખોફ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દતવાડા ગામ પાસે થી સાગબારા વન વિભાગે ખેર ના લાકડા ભરી ને જતી પિકઅપ ગાડી ને ઝડપી પાડી પરંતુ અંધારાનો લાભ લઇ લાકડા ચોર ભાગી જવા માં સફળ રહ્યો. અત્રે ઉલ્લેખનીય છેકે વન વિભાગે એક અઠવાડિયામાં આ બીજી પિકઅપ ગાડી ઝડપી પાડી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ રાજપીપલા ના દોરવણી અને માર્ગદર્શન મુજબ જંગલ ચોરીના લાકડા વાહતુક થવાના ગુપ્ત બાતમી ના આધારે વી.જી.બારીયા આર.એફ.ઓ.સાગબારા તથા એ.એસ.બારીયા ઈ.ચા. રા.ફો.સાગબારા
એ.બી.ભીલ તથા રેંજ નો સ્ટાફ તથા રોજમદારો સાથે નાઈટ પેટ્રોલિંગ હતા. તે દરમિયાન રોઝદેવ તરફ થી એક પિકઅપ ગાડી આવતા તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં પરિસ્થિતિ પામી ગયેલ વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે હંકારી મૂક્યું હતું. વાહન ઉભું ના રાખતા વન વિભાગ ના કર્મચારીઓ એ એ વાહનનો ફિલ્મી ઢબે પીછો કરતા દતવાડા ગામ પાસે પોતાનું પીકઅપ વાહન ચાલક પીકઅપ ઉભી કરી અંધારાનો લાભ લઈ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ એ બીન વારસી પીકઅપ ની તલાસી લેતાં તેમાં જંગલ ચોરીના તાજા હાથ ઘડતરીનાં ખેરનાં તાજા કપાયેલ લાકડા જોતાં બીન વારસી વાહન નંબર-MH-18-BG-5819 ને લઈ તપાસ અર્થે રેંજ કચેરીએ લાવી મુદ્દામાલ ની ગણતરી કરતાં ખેર નંગ -૭૬ ઘ.મી. ૧.૩૨૨ જેની અંદાજીત કિંમત ૬૦,૦૦૦/- તથા પીકઅપ નંબર MH-18-BG-5819 જેની અંદાજિત કિંમત ૨,૫૦,૦૦૦/-આમ કુલ મળી ૩,૧૦,૦૦૦/- કિંમત નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા ભાગી છુટેલ ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.







