TANKARA:ટંકારાના છતર ગામે પ્લાસ્ટિક કંપનીમાં કામ કરતી મહિલા રસોઈ બનાવતી વખતે દાઝી જતાં મોત

TANKARA:ટંકારાના છતર ગામે પ્લાસ્ટિક કંપનીમાં કામ કરતી મહિલા રસોઈ બનાવતી વખતે દાઝી જતાં મોત
ટંકારા તાલુકાના છત્તર ગામે આવેકે પુલીકર પ્લાસ્ટીકની કંપનીમાં કામ કરી ત્યાંજ રહેતા રાધીકાબેન ગુડુભાઇ રાજભર ઉવ-૩૦ ગત તા.૦૯/૦૪ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે ઉપરોક્ત કમ્પનીમા હતા ત્યારે રસોઈ બનાવતી વખતે કોઈ કારણસર પહેરેલ કપડે આખા સરીરે દાજી જતા રાધિકાબેનને પ્રથમ સારવાર ટંકારા સરકારી હોસ્પિટલ બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

જ્યાંથી તેઓને રાજકોટ રીફર કરાયા હતા. રાજકોટ સરકારી હોસ્પિટલના બન્શ વોર્ડમા દાખલ હતા જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલ સંગીતાબેનનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સંગીતાબેનનો લગ્નગાળો ૬ વર્ષનો તથા સંતાનમા ૧ દિકરી છે હાલ સંગીતાબેન તેમના સાસુ-સસરાથી અલગ રહે છે. ત્યારે બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. હાલ ટંકારા પોલીસે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.








