VALSADVALSAD CITY / TALUKO
વલસાડના સરોણ ગામમાં રંગોળી દ્વારા સખી મંડળની બહેનોએ મતદાન કરવા જાગૃતિ ફેલાવી

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૮ એપ્રિલ
વલસાડ તાલુકામાં લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સખી મંડળની બહેનો પણ હર્ષોલ્લાસભેર જોડાઈ છે. સરોણ ગામમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ૪૦ જેટલી બહેનોએ રંગોળી સ્પર્ધાનું આયોજન કરી ‘‘મારો મત, મારો અધિકાર, લોકશાહીનો પર્વ અને મતદાન અવશ્ય કરીએ‘‘નો સંદેશ આપ્યો હતો સાથે મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી.

[wptube id="1252022"]









