MORBI મોરબી નગરપાલિકા લાતી પ્લોટ ની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ!, મુખ્ય રોડ અને આંતરીક રોડ તદ્દન બિસ્માર હાલતમાં !!

MORBI મોરબી નગરપાલિકા લાતી પ્લોટ ની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ!, મુખ્ય રોડ અને આંતરીક રોડ તદ્દન બિસ્માર હાલતમાં !!

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી શહેર એ ગ્રેડ ની નગરપાલિકા છે જેને થર્ડ ગ્રેડ ની નગરપાલિકા બનાવી નાખી હોય તેવો નગરપાલિકા નો વહીવટ છેલ્લા પંદર વર્ષથી ચાલી રહ્યો છે. આ એ ગ્રેડની નગરપાલિકા હોય નિયમો મુજબ નાયબ કલેકટર સમકક્ષ ચીફ ઓફિસર ની નિમણૂંક થવી જોઈએ પરંતુ અહીં અમુક ચીફ ઓફિસરોની લાયકાત નાયબ કલેકટર સમકક્ષ જેટલી ન હોવા છતાં પણ તેમની નિમણૂંક કરી હતી અને જેમના સમય ગાળામાં જબરજસ્ત ગોટાળા થયા છે જેની તપાસો ચાલી રહી છે પરંતુ મોટાભાગે સ્થગિત જ કરી દેવામાં આવી હોય કોઈ તપાસ આગળ વધી નથી તો હવે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે મોરબી શહેરના લોકોને કન્નડતા લોક પ્રશ્નોના ઉકેલ મહાનગરપાલિકા બનવા ની રાહ જોઈ રહ્યા છે કે કેમ? તેવો સવાલ હાલ જનતામાં પુછાઇ રહ્યો છે. કેમ કે નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતો ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ શેરી નંબર ૧ થી ૧૨ માં કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી. મુખ્ય રોડ અને આંતરિક રોડ તદ્દ્ન ભંગાર હાલતમાં પડ્યા છે જ્યારે લાતી પ્લોટ શેરી નંબર-૬ થી સનાળા રોડ જવા માટે ના રોડમાં કાયમી ધોરણે પાણીના ખાડા ભરેલા જોવા મળે છે. હવે આ પાણી ભૂગર્ભ ગટરનું છે કે પીવાના પાણીનો વેડફાટ છે? તંત્ર બાબતે કોઈ તકેદારી રાખતું નથી તપાસ કરતું નથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.









