GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રામનવમી નિમિતે જયશ્રી રામના નારા સાથે રામનવમી વિજયયાત્રા યોજાઈ

MORBI:મોરબીમાં રામનવમી નિમિતે જયશ્રી રામના નારા સાથે રામનવમી વિજયયાત્રા યોજાઈ

૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ રામનવમી પર્વની આજે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી ખાતે સર્વે સનાતની હિંદુ સમાજ દ્વારા ભવ્ય રામનવમી વિજયયાત્રા યોજાઈ હતી

 

મોરબીમાં દરેક સનાતની હિંદુ સંગઠનો અને હિંદુ ભાઈઓ-બહેનો દ્વારા આજે રામનવમી વિજયયાત્રા નામે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા સામાકાંઠે સર્કીટ હાઉસ ખાતેથી શરુ કરવામાં આવી હતી ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા મહારાણા પ્રતાપ સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાન મંદિર, ગાંધી ચોક, નગર દરવાજા સહિતના વિસ્તારોમાં ફરીને ગ્રીન ચોક અને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરાશે જ્યાં રામ મહેલ મંદિર ખાતે મહા આરતી યોજાશે

જે શોભાયાત્રાના રૂટ દરમિયાન ઠેર ઠેર ઠંડા પાણી, સરબત, ઠંડાપીણા સહિતના પ્રસાદની વ્યવસ્થા વિવિધ સંસ્થા અને સેવાભાવી નાગરિકો દ્વારા રાખવામાં આવી હતી તો ઠેર ઠેર વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા શોભાયાત્રાનં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોરબીમાં દરેક ચોક અને દરેક ગલી આજે રામમય બની રહી હતી અને ભવ્ય શોભાયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ હતી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી સમગ્ર રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button