MORBI:મોરબીના ઘૂટું ગામ નજીક કેમિકલ ઠાલવનાર ટેન્કર માલિકને જીપીસીબીએ બે લાખનો દંડ ફટકાર્યો

MORBI:મોરબીના ઘૂટું ગામ નજીક કેમિકલ ઠાલવનાર ટેન્કર માલિકને જીપીસીબીએ બે લાખનો દંડ ફટકાર્યો
મોરબીની ભાગોળે આવેલા ઘુંટુ નજીક તાજેતરમાં ટેન્કર ચાલક દ્વારા ક્રિસાન્જ કેમિકલ ફેક્ટરીમાંથી ઝેરી કદડો ભરીને જાહેરમાં તેમજ કેનાલમાં ફેક્તા ઘુંટુના જાગૃત નાગરિકોએ અડધી રાત્રે તંત્રને દોડતું કરતા મોરબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરી દ્વારા નમૂના મેળવી લેબોરેટરીમાં મોકલવામાં આવતા ટેન્કરમાંથી છોડવામાં આવેલ કેમિકલ હાનિકારક એસિડિક પદાર્થ હોવાનું સામે આવતા ગાંધીનગર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીના આદેશ અન્વયે મોરબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીના અધિકારી મહેન્દ્રકુમાર સોનીએ ક્રિસાન્જ ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી વીજકનેક્શન કટ્ટ કરાવી નાખ્યું હતું.

વધુમાં આ ચકચારી પ્રકરણમાં મોરબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીના અધિકારી મહેન્દ્રકુમાર સોનીએ જણાવ્યું હતું કે, ફેક્ટરીનો કેમિકલયુક્ત કદળો પરિવહન કરી ઘુંટુ નજીક જાહેરમાં છોડનાર ટેન્કર માલિકને વડી કચેરી દ્વારા રૂપિયા 2 લાખનો એન્વાયરમેન્ટ ડેમેજ કંપેસેસન દંડ ફ્ટકારવાની સાથે મોરબી આરટીઓને આ ટેન્કરનું રજિસ્ટ્રેશ કાયમી ધોરણે રદ્દ કરવા આદેશ કર્યો છે, જો કે, હજુ પણ મોરબીની ક્રિસાન્જ ફાર્મા નામની ફેક્ટરીને દંડ ફટકારવાનો બાકી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત જે ટેન્કર પકડાયું છે તેનું રજીસ્ટ્રેશન રદ કરવા આરટીઓને પત્ર લખવામાં આવ્યો