વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડવા કોફી વિથ કલેકટરનું આયોજન
સોશિયલ મીડિયા ક્રીએટરની સ્કીલનો લોકશાહીની પવિત્ર ફરજ અદા કરવા જનજાગૃતિ માટે ઉપયોગ કરવા મહીસાગર જિલ્લાતંત્રની નવતર પહેલ
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ૭ મી મે ૨૦૨૪ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટરના મતદાર જાગૃતિ અંગેના વિવિધ પ્રયાસોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વધુ એક નવતર પહેલના ભાગરૂપે જિલ્લામાં 5k થી વધુ ફોલોઅર ધરાવતા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડવા કોફી વિથ કલેકટરનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ક્રીએટરની સ્કીલનો લોકશાહીની પવિત્ર ફરજ અદા કરવા જનજાગૃતિ માટે ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્ર એ મતદાર જાગૃતિના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે. સોશિયલ મીડીયાના વિવિધ પ્લેટફોર્મ પર 5k થી વધુ લોકપ્રિયતા ધરાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડાવવા તા. ૧૬/૦૪/૨૦૨૪ના મંગળવારના રોજ ૧૧:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. આ અંગે નોડલ ઓફિસર સોશિયલ મીડિયા એન.બી.રાઠોડ મો.૭૫૭૪૮૯૮૭૯૩ તથા ના.મામ ડી.એન. સિસોદિયા મો.૯૯૦૪૭૦૨૨૦૬ નો સંપર્ક કરી પોતાનુ નામ નોંધાવી શકે છે.








