NATIONAL

પતંજલિના પેક મધના નમૂના ટેસ્ટીંગમાં ફેલ, એક લાખ રૂપિયાનો દંડ

પતંજલિના પેક મધના નમૂના ટેસ્ટીંગમાં ફેલ થતા નિર્ણાયક અધિકારીએ કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે આશરે ચાર વર્ષ પહેલા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ડીડીહાટમાંથી લેવામાં આવેલા પતંજલિના પેક્ડ મધના નમૂનાનું પરીક્ષણ કરવા માટે લેવામાં આવ્યા હતા.

પરીક્ષણમાં પેક્ડ મધના નમુના ખાવાલાયક ન હતા, કારણ કે તેમા સુક્રોઝનું પ્રમાણ ડબલ માત્રામાં હતું. આ મામલે નિર્ણાયક અધિકારીએ ડીડીહાટના વેપારી અને રામનગરના ડિસ્ટ્રીબ્યુટર કંપની પર એક લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો.

જિલ્લા ખાદ્ય સુરક્ષા અધિકારી આરકે શર્માએ જણાવ્યું કે, જુલાઈ 2020માં વિભાગને ડીડીહાટમાં આવેલ ગૌરવ ટ્રેડિંગ કંપનીમાંથી પેક્ડ પતંજલિ મધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેને ટેસ્ટિંગ માટે રૂદ્રપુરમાં આવેલી લેબમાં મોકલાવ્યા હતા. તપાસ દરમિયાન મધમાં સુક્રોઝનું પ્રમાણ ધોરણ 5 ટકાને બદલે 11.1 ટકા (એટલે કે લગભગ બમણું) હોવાનું જણાયું હતું.

નવેમ્બર 2021માં વિભાગે સંબંધિત વિક્રેતા વિરુદ્ધ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે નિર્ણાયક અધિકારી અને એડીએમ ડૉ. એસ.કે. બરનવાલે ચુકાદો સંભળાવ્યો હતો. જેમા ગૌરવ ટ્રેડિંગ કંપની પર 40 હજાર રૂપિયા અને સુપર સ્ટોકિસ્ટ કાન્હાજી ડિસ્ટ્રીબ્યુટર રામનગરને 60 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button