નળ સે જળ યોજનાનું પાણી લોકો સુધી ના મળતા પોશીના તાલુકા સદસ્ય શ્રી મુકેશભાઈ ડાભી એ કંન્ટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ફરિયાદ રૂપે રજુયાત કરી…

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામા આવેલા દંત્રાલ ગામમાં ૧૨ મહિના અગાઉ નળ સે જળ યોજના ની કામગીરી ના ભાગરૂપે ગામના ફળીયાઓમાં ઘર…ઘર સુધી નવીન ચકલીઓ અને પાણીના સંગ્રહ કરવા માટેના ટાકાઓ બની ગયા.તે..બાદ ગઈસાલ માર્ચ મહિનામાં લેટરપેડ પર લેખિત રૂપે અધિકારીઓને જાણ કરેલી …તે..સમયે પેટા પાણીના ટાકાઓમા પાણી આપવા વિધુત બોર્ડની કામગીરી અધૂરી તેથી વર્ષ- ૨૦૨૩ ઉનાળા સમયમાં રાહ જોવાનું કહ્યું….ફરીવાર ૨૦૨૪ ના ચાલુ વર્ષમાં લોકોને નળ શે જળ યોજના નું પાણી ના મળતા દંત્રાલ ગામના તાલુકા સદસ્ય શ્રી મુકેશભાઈ ડાભી એ પીવાના પાણી ના પ્રશ્નને લઈ ગામમાં જે પ્રોજેક્ટ બન્યો છે.તેનુ અમલીકરણ ના થાય તો લોકોને પીવાના પાણીની મોટી સમસ્યાને નજરમાં રાખીને ગુજરાત સરકારની ગાંધીનગર કન્ટ્રોલ રૂમ ખાતે ફરિયાદના ભાગ રૂપે રજુયાત કરાઈ.તે બાદ કંન્ટ્રોલ રૂમ પરથી ૨ થી ૩ દિવસમાં અધિકારી સાહેબ શ્રી એ તાલુકા સદસ્ય શ્રીને પીવાના પાણીના પ્રશ્નનું સમસ્યાનું સમાધાન કરી આપવાની ટેલિફોનિક વાતચિતમા બાહેંધરી આપી….