GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારામાં બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે 

TANKARA ટંકારામાં બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

વિશ્વ ભરમાં સૌથી વધું સ્થળોએ જેમની જન્મ જયંતિ ઉજવાય છે એવાં સિમ્બોલ ઓફ નોલેજ, ભારતીય બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી નો જન્મ દિવસ ટંકારા ખાતે ધામધૂમથી ઉજવાશે…

સમાનતા બંધુતા માનવતાનાં પ્રેરક, વિશ્વ વિભૂતિ, સર્વ સમાજનાં હિત રક્ષક, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ સમાજને હાર્દિક મંગલ કામનાઓ સહ અભિનંદન…

સમગ્ર વિશ્વમાં અનેરાં હર્ષોલ્લાસથી ઉજવાતી ભીમ જયંતિ નાં ઉપલક્ષમાં ટંકારા તાલુકામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક ભીમ જયંતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે…
ટંકારા તાલુકા અનુસુચિત સમાજ દ્વારા તા. 14 એપ્રિલ 2024 રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યાં સુધી ભવ્ય શોભાયાત્રા મહારેલી નું આયોજન કરેલ છે…

ડૉ. આંબેડકર ભવન ખાતેથી સવારે 9 વાગ્યે જય ભીમ નાં નારાં અને ડીજેનાં તાલેથી મહારેલી રથ નું પ્રસ્થાન કરવામાં આવશે…

ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ થઈ લતિપુર ચોકડી, દયાનંદ ચોક,ઉગમણાં નાકા તેમજ ખીજડીયા ચોકડી પરનાં DJ કાર્યક્રમો બાદ બપોરે 12 વાગ્યે ડૉ. આંબેડકર ભવન પર મહારેલી મહાસભા માં પરિવર્તિત થશે…
ત્યાર બાદ મૈત્રીભોજન લીધાં પછી મહારેલી ની પુર્ણાહુતી થશે…

જેમણે સમસ્ત ભારતીયો માટે સમગ્ર જીવન અને પરિવાર ન્યોછાવર કર્યું, પછાતો અને નારીઓને માનવ તરીકે નાં તમામ હક્ક અધિકારો અપાવ્યાં એવાં મહામાનવ બાબાસાહેબ ડૉ. આંબેડકરજીનાં જન્મ દિવસ મહોત્સવની તન, મન અને ધનથી ઉજવણી કરવાં બહોળી સંખ્યામાં પધારવાં સર્વ સમાજને અપીલ કરવામાં આવી છે….

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button