GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના કેનાલ રોડ ઉપર ત્રણ અજાણ્યા ઇસમો છરીની અણીએ લૂંટ ચલાવી:ફરાર

વિશાલ જયસ્વાલ હળવદ હળવદના કેનાલ રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ નજીકથી યુવકને છરી બતાવી બાઈક ઉપર આવેલ અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા અપહરણ કરી લઇ જઈ સુમસામ જગ્યાએ લઇ જઈ લાકડીથી બેફામ માર માર્યો હતો. બાદ યુવકના પેન્ટમાં રહેલા રોકડા રૂ.૪,૫૦૦ બળજબરીપૂર્વક કાઢી લીધા હતા તેમજ યુવક પાસે રહેલ મોબાઇલમાંથી ઓનલાઇન રૂપિયા ૧૦ હજાર ટ્રાન્સફર કરી લૂંટ ચલાવી હતી, હાલ બનાવની ભોગ બનનાર યુવક દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લૂંટના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર હળવદ મોટબી ચોકડી પાસે જ્હોન ડિયર શોરૂમ પાછળ ભાડાના મકાનમાં રહેતા ૨૬ વર્ષીય મૂળ રાજસ્થાન રાજ્યનો વતની પ્રકાશભાઇ ગોપાલભાઇ કુમાવત ગત તા.૧૦/૦૪ ના રાત્રીના ૯.૩૦ વાગ્યે સરા રોડ ઉપર નર્મદા કેનાલ પાસે જતા હોય ત્યારે બાઈક ઉપર આવેલ અજાણ્યા ત્રણ શખ્સોએ પ્રકાશભાઇના ગળાના ભાગે છરી મુકી ભય બતાવી બાઇકમાં કોઈ એક રૂમ ઉપર લઈ ગયા હતા, જ્યાં પ્રકાશભાઈને ધોલ-ધપાટ કરી ભય બતાવી ત્યાંથી કોઇ સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી પ્રકાશભાઇના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૪૫૦૦/- કાઢી લીધા હતા તેમજ પ્રકાશભાઈના મોબાઈલ ફોનમાંથી અન્ય કોઈ અજાણ્યા મોબાઈલ નં.૯૦૧૬૯૭૦૬૩૦ માં ગૂગલ-પે એકાઉન્ટમાં રૂ.૧૦,૦૦૦/- ટ્રાન્સફર કરી કુલ રૂ.૧૪,૫૦૦/- ની લુંટ કરી હતી. બનાવ બાદ યુવાને હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ, લૂંટ તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી લૂંટારાઓને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button