
MORBI:મોરબી NDPS કેસમાં સંડોવાયેલ આરોપીઓને જામીન પર છુટકારો
મોરબીમાં માદક પદાર્થ ગાંજા તથા હેરોઇનના જથ્થા સાથે મોરબી જીલ્લા પોલીસે રાજસ્થાનના એક ઈસમને ઝડપી લીધેલ હતો. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી નામદાર કોર્ટ હવાલે કરતા આરોપીને જેલ હવાલે કરાયો હતો. ત્યારે આરોપી દ્વારા મોરબીના વકીલ મારફત મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રીની દલીલો તેમજ ઉચ્ચ ન્યાયાલયના વિવિધ ચુકાદાને ગ્રાહ્ય રાખી એનડીપીએસ કેસમાં સંડોવાયેલ આરોપીને જામીન મુક્ત કરતો આદેશ કરવામાં આવેલ છે.
સમગ્ર કેસની પ્રાપ્ત ટૂંક વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ એનડીપીએસના કેસમાં આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ ભેરારામ ખિલોરી પાસેથી પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ ગાંજા તથા હીરોઈન ૧૪૯.૬૦ ગ્રામ કીમત રૂપીયા ૭.૪૮ લાખનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાજસ્થાનથી લઈને આવીને પોતાની કબજા ભોગવટા વાળી જગ્યામાં રાખી રેઈડ દરમીયાન મળી આવેલ છે.તથા આરોપીઓની અંગજડતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવતા આ આરોપીને મોરબી પોલીસે અટક કરી મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોર્ટ)માં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય.
આરોપીએ મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ(દેવધરા સાહેબ)ની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જે કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષની દલીલો તથા આરોપી તરફના વકીલ દ્વારા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને કરવામાં આવેલ કાયદાકીય દલીલોને અંતે આરોપીપક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી નામદાર કોટૅ આરોપીને જામીન પર છોડવાનો આદેશ કરેલ હતો.સમગ્ર કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.








