
MORBI:મોરબી(૨ )સો-ઓરડી ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

મોરબી: સમસ્ત સો-ઓરડી વિસ્તાર, ધુન મંડળ અને સામાજીક સંસ્થા દ્વારા આગામી તા.17થી સો ઓરડી મેઈન રોડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) કથાનું રસપાન કરાવશે.

સો ઓરડી વિસ્તારમાં આયોજિત ભાગવત સપ્તાહમાં તા.17મીએ સાંજે 4 કલાકે રામજી મંદીરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાશે.કથા દરમિયાન કપીલ અવતાર, નૃસીંહ અવતાર, વામન અવતાર વગેરે પ્રસંગો ઉજવામાં આવશે. આ પાવન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય, સમાજીક આગેવાનો જુદા-જુદા ગામના આગેવાનો, મહીલા મંડળો વગેરે ઉપસ્થિત રહેશે. ત્યારે આ શુભ પ્રસંગે સર્વ ભક્તજનોને કથા રસપાન કરવા મુખ્ય આયોજક સુરેશભાઈ સિરોહીયા અને હરિભાઈ રાતડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]








