
MORBI:મોરબી સબ જેલમાં મુસ્લિમ બંદિવાનોએ ઇદની ઉજવણી કરી

મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા રમજાન માસ નિમિતે જેલમાં રોઝા રહેતા હતા.અને ખુદાની બંદગી કરતા હતા. આજ તા.૧૧/૦૪/૨૦૨૪ ના રોજ રમજાન ઇદ નિમિતે સમસ્ત મિયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્રારા મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઇદુલ ફિત્ર નમાજ અદા કરી ખુદાની બંદગી કરાવવામાં આવેલ છે સદર પર્વ દરમ્યાન મોરબી સબ જેલના ઇ.ચા.અધિક્ષકશ્રી પી.એમ.ચાવડા સાહેબ તથા ઇ.ચા.જેલરશ્રી એ.આર.હાલપરાનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા પુરતો સાથ-સહકાર આપવામાં આવેલ છે
[wptube id="1252022"]