MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ડમ્પરે બાઈકને ટક્કર મારતા સાત વર્ષની માસુમ બાળકીનું મોત

માળીયા(મી):ડમ્પરે બાઈકને ટક્કર મારતા સાત વર્ષની માસુમ બાળકીનું મોત

માળીયા(મી)ના હરીપર ગામ નજીક રેલ્વે બ્રિજ ઉતારતા રોડ ઉપર કાળમુખા ડમ્પરે બાઇકને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં માતાપિતાની નજર સમક્ષ સાત વર્ષની માસુમ બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ બાઈક ચાલકે અકસ્માતના બનાવની ડમ્પર ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના ભોળીવાંઢ વિસ્તાર કાજરડા રોડ ઉપર રહેતા નીઝામભાઇ સાઉદીનભાઇ મોવર ઉવ.૩૨ ગત તા.૦૮/૦૪ના રોજ તેમના ભાઈનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એકે-૫૫૯૨ બાઈક લઇને પત્ની તથા ત્રણ સંતાન સાથે પોતાના સસરાને ત્યાં જતા હોય ત્યારે કચ્છ નેશનલ હાઇવે હરીપર ગામ નજીક આવેલ રેલ્વે ઓવરબ્રિજ પાસે પાછળથી પુરપાટ ઝડપે ચલાવી આવતા ડમ્પર રજી.જીજે-૧૨-બીવી-૦૧૪૨ ના ચાલકે નિઝામભાઇના બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક નીચે પડી જતા નિઝામભાઈને, તેમની ૧ વર્ષ ની પુત્રી નાજીયાને સામાન્ય ઇજા, તેમની પત્ની નસીમબેનને માથામા સામાન્ય ઇજા હાથમા, પગની ટચલી આંગળીમા ફેકચર તેમજ તેમના ૧૦ વર્ષના પુત્ર અજરૂદીનને કોણીના ભાગે ઇજા થઇ હતી. જયારે તેમની સાત વર્ષીય પુત્રી નઝમાબાનુ બાઈક ઉપરથી નીચે ડિવાઈડર સાથે ભટકાતા તેણીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવની નીઝામભાઇ સાઉદીનભાઇ મોવર દ્વારા આરોપી ડમ્પરના ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button