TANKARA:ટંકારામાં માતાએ વતનમાં જવાની ના પાડતા સગીરા એક ગળે ફાંસો ખાય આપઘાત કર્યો

TANKARA:ટંકારામાં માતાએ વતનમાં જવાની ના પાડતા સગીરા એક ગળે ફાંસો ખાય આપઘાત કર્યો

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ ઓશન કોટન જીનીંગ મિલની ઓરડીમાં રહેતી સગીરાને માતાએ વતનમાં જવાની ના પાડી હતી જેનું લાગી આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા નો બનાવ સામે આવ્યો છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ જો વાત કરીએ તો ટંકારા ના નેકનામ પડતરી રોડ ઉપર આવેલ ઓશન કોટન જીનીંગ મિલની મિલની ઓરડીમાં રહેતા સુનીતાબેનને બાજુની ઓરડીમાં રહેતા અને ફીડરનું કામ કરતા રવિ કુમાર સાથે પ્રેમ થઈ ગયેલ હોય અને રવિ કુમાર પોતાના વતનમાં જતા હોય જેથી સુનિતાબેનને પણ સાથે જવું હોય જે બાબતે સુનિતાબેનની માતા દેવકીબેને તેની સાથે જવાની ના પાડેલ અને કહેલું કે તારી ઉંમર નાની છે અને રવિ સાથે તારે ન જવું જોઈએ જેથી રવિ પોતાના વતનમાં જતા રહેતા સુનીતાબેનને લાગી આવતા તેમને ગળેફાંસો ખાઈ જતા સગીરાનું મોતની બચ્યું હતું. જોકે બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી હતી








