
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ કોરોના સંક્રમિત થયેલા અને રિકવર થયેલા દર્દીઓમાં ફંગસનો આ રોગ ફેલાયો હતો.
જો કે કોરોનાકાળના અઢી વર્ષ બાદ મહેસાણામાં એક 55 વર્ષીય આધેડ મ્યુકોર્માયકોસિસથી સંક્રમિત થયા છે. આ આધેડને નાકમાં ફંગસ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દર્દી પર 3 સર્જરી કરવામાં આવી હતી.
સર્જરી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આ દર્દીએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 3 તબીબો ની ટીમ આ કેસનું મોનીટરીંગ કરી રહી છે. રૂ.3000નું એક એવા 30 ઇન્જેક્શન સરકારી ક્વોટામાં મંગાવી દર્દીની સારવાર શરૂ કરાઇ છે.

[wptube id="1252022"]









