MORBI:સરકારી યોજનાઓના લાભો મેળવવા જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર

MORBI:સરકારી યોજનાઓના લાભો મેળવવા જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર

મોરબી જિલ્લા માં અને ખાસ કરીને શહેરી વિસ્તારો માં છેલ્લા ઘણા વર્ષો થી ગરીબી રેખા નીચે જીવતા લોકો નું કોઈ જ સર્વે કરવામાં આવ્યું ન હોય, હાલ માં અસંખ્ય જરૂરિયાત મંદ પરિવારો પાસે આ બીપીએલ પ્રમાણપત્ર ઉપલબ્ધ નથી.આ પ્રમાણપત્ર હોય તો જ અમુક ખાસ યોજનાઓ નો લાભ મળવો શક્ય હોય , પેન્શન યોજનાઓ સહિત ની યોજનાઓ ના લાભો.પોતાના પરિવાર જનો ને આપવા જરૂરી આધાર પુરાવા ઉપલબ્ધ કરાવવા અથવા યોજનાઓ ના લાભાર્થી અંગે ના મૂળભૂત માપદંડો માં યોગ્ય ફેરફાર સહિત ના વિકલ્પો અમલ માં મુકવા જેવી માંગણીઓ સાથે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને મોરબી ના જિલ્લા કલેકટર મારફતે પાઠવ્યું હતું .આ આવેદન પત્ર હાલ માં વિનંતી પત્ર તરીકે આપવામાં આવેલ છે , પરંતુ જો આ અંગે નિયત સમય મર્યાદા માં યોગ્ય અને ન્યાયિક નિર્ણય લેવામાં નહિ આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક અભિયાન ચલાવવામાં આવશે અને વધુ માં વધુ જરૂરિયાત મંદ નાગરિકો ને આ અભિયાન માં જોડવામાં આવશે અને આગામી દિવસોમાં આ અંગે ખાસ ઝુંબેશ દ્વારા ન્યાયિક માંગ ને બુલંદ બનાવવામાં આવશે , જ્યાં સુધી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર હોવાનું સ્થાનિક મહિલા આગેવાનો એ જણાવ્યું હતું. સ્થાનિક મહિલા સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકી સહિત ની આગેવાની હેઠળ આશરે ૯૦ જેટલા મહિલાઓ એ મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી ઉપરોક્ત બાબતે આવેદન પત્ર આપ્યું હતું.









