MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વીશ્વ આરોગ્ય દિવસે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી દ્વારા જાગૃતી કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી વીશ્વ આરોગ્ય દિવસે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી દ્વારા જાગૃતી કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર સિલિકોસીસ પુનર્વસન નીતિ લાગુ કરે.

કામના સ્થળે રાષ્ટ્રીય સલામતી આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ 2009 લાગુ કરો – સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક 7 એપ્રીલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સિલિકોસીસથી પીડાતા સંઘ દ્વારા જાગૃતી કાર્યક્રમ યોજયો હતો તેમાં ૨૬ સીલીકોસીસ પીડીતોએ સહભાગી થયા હતા અને જેમાં આઈએલઓના ઠરાવ નં. 155નો સ્વીકાર કરો, બીડી સિગરેટ સ્વર્ગની સીડી, સિલિકાના સંપર્કથી ફેફસા નબળા થાય છે એટલે જલ્દી ટીબી થઈ જાય છે, ટીબીના દર્દીઓને દવા અને માર્ગદર્શન આપો, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સિલિકોસીસ નિયંત્રણ કાર્યક્રમ જાહેર કરે, કામના સ્થળે રાષ્ટ્રીય સલામતી આરોગ્ય અને પર્યાવરણ અંગેની રાષ્ટ્રીય નીતિ 2009 લાગુ કરો સહિતના પોસ્ટરો દેખાડી સીલીકોસીસ પીડીતોએ પોતાની માગણી વ્યક્ત કરી હતી.

આરોગ્ય એ મુળભુત માનવ અધીકાર છે અને તેનું જતન થાય તો જ દેશના નાગરીકો સ્વસ્થ જીવન માણી શકે અને તેમની

ઉત્પાદક્તા વધે. કેંસર અને બીજી અનેક બીમારીઓમાં લોકો ખીસ્સા ખાલી કરે છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા એટલી

નબળી છે કે એ માત્ર ગરીબો માટે જ હોય તેમ જણાય છે અને ગરીબો પણ ન છુટકે જતા હોય છે. ખાનગી આરોગ્ય

સેવાઓના ભાવ અને ગુણવત્તા પર સરકારનું કોઇ નીયંત્રણ નથી. દવાઓના ભાવ, દવાઓનું ઉત્પાદન, દવાઓની ગુણવત્તા

એક મોટો સવાલ છે અને સરકારો આ બાબતે કોઇ ખાતરી આપતી નથી. સરકારી તેમજ ઇ એસ આઇના દવાખાના અને હોસ્પીટલોમાં તબીબોની જગ્યાઓ લાંબા સમય સુધી પુરાતી નથી. સીટી સ્કેન જેવી મોંઘી સુવીધા માટે ખાનગીમાં જવું પડે છે. સરકારે આરોગ્ય સુવીધા માટે બજેટમાં વધુ નાણાંની જોગવાઇ કરવાની જરુર છે. સ્વચ્છ પીવાનું પાણી અને શ્વાસ લેવા શુધ્ધ હવા તે આરોગ્ય જાળવવાના અગત્યના પરીબળ છે. આપણે તેનું ધ્યાન રાખી વીકાસનું આયોજન કરવું પડશે. લોકશાહીમાં નાગરીકો સક્રીયતા હોય તો જ ઈચ્છીત પરીણામ મળે.

સીલીકોસીસ પીડીત સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે મોરબીમાં કામદારો સીલીકોસીસ અને બીજા વ્યવસાયજન્ય રોગોનો ભોગ બને છે અને તેની સારવાર કરાવવામાં ખીસ્સાના લાખો ખર્ચી નાખે છે અને કુટુંબ પ્રમાણીક પણે મહેનત મજુરી કરવા છતાં ગરીબીમાં ધકેલાય જાય છે. આ કામદારોને ઇ એસ આઇ કાયદા હેઠળ આવરી લેવામાં આવતા નથી તે કારણે કુટુંબ પર નાહકનો આર્થીક બોજ વધે છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button