GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી ઇકો કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી ઇકો કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી એલસીબી ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ જતા રોડ પરથી ઇકો કાર જીજે ૧૩ એબી ૬૪૬૮ વાળી પસાર થતા ઇકો કારને રોકી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ ૪૦૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ ૪૦૦ લીટર કીમત રૂ ૮૦૦૦ અને ઇકો કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩.૦૮ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી મુકેશ રતિલાલ પરમાર (ઉ.વ.૩૫) રહે મુળી જી. સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો હતો તો અન્ય આરોપી મુન્નાભાઈ રાજપૂતનું નામ ખુલતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
[wptube id="1252022"]