રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાય, રૂપાલા હાય હાય ના નારા લાગ્યા

પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી મામલે શહેરમાં ક્ષત્રિય સમાજને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કલેકટર તંત્ર આ દ્વારા મહારેલીને મંજૂરી આપવામાં આવી છે. આ મહારેલીમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે. ક્ષત્રિય સમાજની રેલી કલેકટર તરફ પહોંચી રહી છે.
ક્ષત્રિય સમાજને મહારેલીમાં કરણી સેના અધ્યક્ષ મહિપાલ સિંહ મક્રાના મામલે યુવરાજ સિંહે રૂપાલા મામલે ભાજપને ચીમકી આપી છે કે નિવેદન આપ્યું છે કે, ‘આગામી સમયમાં એવા દિવસો નાં આવે કે જેમાં ક્ષત્રિયોને જેલ ભરો આંદોલન કરવું પડે’.
ક્ષત્રિય સમાજની રેલીમાં હાજર ક્ષત્રિય સમાજના લોકોએ લીધી પ્રતિજ્ઞા હતી. ભાજપ અને રૂપાલાને દેખાડી દેવાની પ્રતિજ્ઞા લેવડાવા આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘રૂપાલાને નહી હટાવાય ઊમેદવાર તરીકે તો ગુજરાતમાં ભાજપની એક પણ સીટ પર ક્ષત્રિય સમાજ મતદાન નહી કરે’
રાજકોટના બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વોટર કેનન સહિતના વજ્ર વાહનો તકેદારીના ભાગ રૂપે રાખવામાં આવ્યા છે. રેલીના જોતા જડબે સલાક બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હવે આવતીકાલે એટલે કે રવિવારે 7 એપ્રિલે ધંધુકા ખાતે સાંજે પાંચ કલાકે ક્ષત્રિય સમાજ અને અન્ય તમામ વર્ગો સાથે અસ્મિતા સંમેલન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુમાં જણવાતા તેમણે તમામ સમાજોને મોટી સંખ્યમાં આ સંમેલનમાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
આ ઉપરાંત ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું હતું કે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા તમામ તાલુકામાં આવેદન પત્ર અપાયા છે અને ગુજરાતના દરેક જિલ્લામાં અમારા સંમેલન થશે તેવી કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ક્ષત્રિય સમાજ રાજ્યમાં અનેક જગ્યાએ બેનરો લગાવીને રૂપાલાનો વિરોધ નોંધાવી રહ્યો છે તો બીજી તરફ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓના જૌહરની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત રાજકોટમાં ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ સાથે અન્નત્યાગ કરી આંદોલન શરૂ કર્યું છે.