MALIYA (Miyana):માળિયા તાલુકાના ત્રણ ગામ અને મોરબીના મોડપર ગામના ક્ષત્રિય સમાજનો નિર્ણય: આગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી
Morbi: મોરબીના માળિયા તાલુકાના કુંતાસી-ભાવપર – મોટાભેલા -મોરબી જીલ્લા ના મોડપર ગામના ક્ષત્રિય સમાજનો નિર્ણય: આગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી

Morbi: માળીયા (મીં) તાલુકાના કુંતાસી – ભાવપર – મોટાભેલા – મોરબી જીલ્લા ના મોડપર -ગામના ક્ષત્રિય સમાજમાં ભાજપનાં રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. થોડા દિવસો પહેલા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સંદર્ભે વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ ઉગ્ર વિરોધ થતા તેમણે માંફી પણ માંગી હતી પણ ક્ષત્રિય સમાજે માંગ કરી છે કે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઇએ

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં બોલવામાં આવેલ શબ્દોથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ભાજપનો વિરોધ થઈ રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ જોર સોર થી પરસોતમ રૂપાલા નો વિરોધ થઈ રહ્યો છે. તારે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના કુંતાસી – ભાવપર – મોટાભેલા – મોરબી જીલ્લા ના મોડપર – ગામ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટેની માંગ કરવામાં આવે છે. ઉપરાંત જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ્દ નહિ થઈ ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ એ આ કુંતાસી – ભાવપર – મોટાભેલા – મોડપર – ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા ડિજિટલ બેનર હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.. ઉપરાંત ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.








