MORBI:મોરબીના ખારચિયા ગામે કારખાનામાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકો પૈકી બે ના મોત,બે સારવારમાં
MORBI:મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક આવેલ બાયોજોટીક લાઇફ સાયન્સ નામની બંધ ફેકટરીમાં સફાઈ કામ કરતા સમયે કુલ ચાર શ્રમિકોને ઝેરી ગેસની અસર થતા ચારેય શ્રમિકોને બેભાન અવસ્થામાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં ચાર પૈકી બે શ્રમિકોને મરણ જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી સમગ્ર દુર્ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી ખારચીયા ગામે આવેલ બાયોજોટીક લાઇફ સાયન્સ કેમિકલ ફેકટરીમાં ગઈકાલ તા.૦૪/૦૪ ના રોજ બંધ કેમિકલ ફેક્ટરીમાં ટાંકીની સફાઈ કરવા ચાર શ્રમિકો ટાંકીમાં ઉતાર્યા હતા. ત્યારે ઝેરી ગેસની અસર થતા ચારેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ચાર પૈકી બે શ્રમિકો અનંતુ ગોસાલ
રહે હાલ બાયોજોટીક લાઇફ સાયન્સ ફેકટરી ગામ ખારેચીયા મોરબી મૂળરહે. બોકારો ચાસ હરીમંદીર મેઇન રોડ તા.જી બોકારો(ઝારખંડ), મંગલમ આદીવીસી હાલ રહે.બાયોજોટીક લાઇફ સાયન્સ ફેકટરી ગામ ખારેચીયા મૂળરહે. કુન્તીચર તા.જી ત્રીકપગઢ મધ્યપ્રદેશને ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા, જયારે અન્ય બે શ્રમિકોની સારવાર ચાલુ હોય ત્યારે બે શ્રમિકોના મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.





